ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો


SHARE









પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ધડાધડ બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટના બને તો અરજદાર પાસેથી અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. અને ત્યાર બાદ જો આરોપી પકડાઈ તો ગુના નોંધવામાં આવે છે. તેવી જ રીતે વાંકાનેર તાલુકાના માટેલ ગામે પંચમુખી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ બચુભાઈ સોલંકી (35)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 29/10/25 ના રાત્રીના આઠ વાગ્યાથી લઈને તા. 31/10/25 ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પંચમુખી સોસાયટીમાંથી તેઓના બાઈક નંબર જીજે 11 બીજી 6253 જેની કિંમત 35 હજાર રૂપિયા તથા સાહેદનું બાઈક નંબર જીજે 06 એફએસ 3737 જેની કિંમત 15 હાજર રૂપિયા તેની ઢુવા ચોકડી પાસેથી ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરીના બનાવ સંદર્ભે હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલેખનીય છે કે, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જેમાં હાલમાં જે બે બાઈકની ચોરી ફરિયાદ લેવામાં આવી છે તે બંને બાઈક પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે જેથી  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News