મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક
SHARE
મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક
રાજકોટ ખાતે એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતી કામ કરે છે અને મુસાફર જનતાને ઉપયોગી થવાના હેતુ માટે કામ કરતી આ સમિતીમાં મોરબીના પી.પી.જોષી (પ્રવિણચંદ્ર પી.જોષી) ની વરણી કરવામાં આવેલ છે
સંસ્થાના પ્રતિનિધીએ વધુમાં જણાવ્યું હતુ તે આપની કામગીરીનો અભિપ્રાય સારો હોય આપની મોરબી જીલ્લા એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રતિનિધી તરીકે તમારી નિમણુંક કરવામાં આવેલ છે.તો આ બાબતે આપે નિયમોનુસાર સારી કામગીરી કરવી તેવી સંસ્થાએ અપેક્ષા વ્યક્ત કરેલ છે.આ બાબતે તમોએ કરેલ કાર્યવાહીની જાણ સંસ્થાની ઓફીસે કરવા પણ જણાવાયેલ છે.એસ.ટી.મુસાફર સમિતિ તમારા સાથ સહકારની અપેક્ષા રાખે છે.તેમ ગુજરાત એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (રાજકોટ) એ યાદીમાં જણાવેલ છે.પી.પી.જોષીના સગા-સંબંધીઓ, મિત્ર મંડળ તથા શુભચિંતકો દ્વારા તેમના મોબાઈલ નંબર (મો.૯૨૨૮૭ ૨૪૧૮૦) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.