મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાંથી દારૂની નાની 27 બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE







ટંકારામાંથી દારૂની નાની 27 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના અમરાપર ટોરોડ ઉપર આવેલ દેવીપુજકના ઝુપડા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસો ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,050 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરેલ છે

ટંકારા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજક વાસના ઝૂંપડા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી રૂગનાથભાઈ હરસિંગભાઈ બામણીયા (28) રહે. અમરાપર રોડ મોટા પીરનો છીલ્લો ભાવેશભાઈ પટેલની વાડીમાં તાલુકો ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડિયારી પાસે સમર્પણ ઓટો પેકેજીંગ ખાતે રહેતા મહેશભાઈ કિશનભાઇ (24) નામના યુવાનને રેડિયન્ટ સીરામીક પાસે વૈભવ હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીના વિસ્તારમાં રહેતા મહદઅમીન ગુલમામદભાઈ કટિયા નામના વ્યક્તિને પાંચથી છ જેટલા લોકોએ પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને ઇજા કરતાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News