માળીયા (મી)ના નવાગામ પાસે દારૂની ત્રણ રેડ, 2350 લિટર આથો ઝડપાયો: આરોપીઓની શોધખોળ
SHARE
માળીયા (મી)ના નવાગામ પાસે દારૂની ત્રણ રેડ, 2350 લિટર આથો ઝડપાયો: આરોપીઓની શોધખોળ
માળીયા (મી)ના નવાગામ પાસે જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2350 લિટર આથો મળી આવ્યો હતો જો કે, ત્રણમાંથી એક પણ રેડમાં આરોપી પકડાયેલ નથી જેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને જુદાજુદા ત્રણ ગુના નોંધીને હવે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.
માળીયા મીયાણા તાલુકાના નવાગામ જેડાવાસમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1000 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 25,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ અનવરભાઈ હાજીભાઈ જેડા રહે. નવાગામ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે આવી જ રીતે દારૂની બીજી રેડ નવાગામમાં સ્મશાન પાસે રહેતા તાજમહમદભાઈ માલાણીના રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય તાજમહમદભાઈ રહીમભાઈ માલાણી રહે. નવાગામ વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને દારૂની ત્રીજી રેડ નવાગામમાં સ્મશાન પાસે બાવળની કાંટમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 550 લિટર આથો મળી આવતા પોલીસે 13,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી અને આ માલ ગફુરભાઈ ઈશાભાઈ જામનો હોવાનું સામે આવ્યું હતું જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય ગફુરભાઈ ઈશાભાઈ જામ રહે. નવાગામ વાળાની સામે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મહિલા સારવારમાં
મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા સપનાબેન ધીરજકુમાર યાદવ નામના મહિલાને ગત રવિવારે પાડાપુલ નીચે ભરાયેલ રવિવારી બજારમાં કોઈ કારણોસર ઝઘડો થતાં સામેવાળી વ્યક્તિએ પેટના ભાગે લાત મારી હતી જેથી મહિલાને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી









