મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો


SHARE



























મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનની અંદર કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી જે બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા  

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ જેટકોના 220 કેવીના સબ સ્ટેશનની અંદર કોઈ કારણોસર શુક્રવારે મોડી સાંજના સમયે પ્રથમ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ત્યાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને જેટકોના સબ સ્ટેશનની અંદર લાગેલ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જેટકોના સબ સ્ટેશનની અંદર બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા જેથી લોકોમાં ભયનો માહોલ આવ્યો હતો અને હાલમાં પણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે
















Latest News