તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ મોરબીમાં લઘુશંકા કરવા માટે થઈને ગયેલ યુવાનનું માથું ખાનગી બસના પાછળના ઝોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત: 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE







મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપી અજય ખાડેપાવને એક વર્ષેની સજા અને ચેકની રકમથી બમણી રકમ વ્યાજ સહિત ફરીયાદીને ચુકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ ફરીયાદી રાજન જંયતીલાલ દેથરીયા (ટ્રાયસેલ ઈન્કોપોરેશન) એ વર્ષે ૨૦૧૯ માં અજય ખાડેપાવ (ઈશા સપ્લાયર) ને પી.વી.ફેબ્રિક રોલનો માલ ઉધારમાં વેચ્યો હતો. જેની સામે અજય ખાડેપાવએ ફરીયાદીને ૫,૦૦,૦૦૦ નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો જેથી ફરીયાદીકાયદેસરની નોટીસ આપી હતી. તેમ છતા સામે વાળાએ રકમ ન ચુકવતા મોરબી કોર્ટેમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં ફરીયાદીને પક્ષે રજુ કરેલા પુરાવાઓ, દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને, મોરબીના મહે.એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજી. સી.વાય. જાડેજા સાહેબે આરોપી અજય ખાડેપાવને એક વર્ષની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તેમજ ફરીયાદી દાખલ કર્યાની તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડની રકમ અને વ્યાજની રકમ ચુકવવામાં કસુર કરે તો તેને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે સીનીયર એડવોકેટ હરીલાલ એમ. ભોરણીયા તથા જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા તથા અર્જુન ઉભડીયા રોકાયેલ હતા






Latest News