મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઓફિસમાં જુગાર રમતા 12 શખ્સો 10.38 લાખના મુદામાલ સાથે પકડાયા
ભલાઈનો જમાનો નથી !: હળવદના ભલગામડામાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો
SHARE
ભલાઈનો જમાનો નથી !: હળવદના ભલગામડામાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો
હળવદના ભલગામડા પાસે 220 કેવી સબ સ્ટેશન બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને ત્યાં રેતી નાખવા બાબતે ચાલતી માથાકૂટ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં રહેતા યુવાનને કહેવામાં આવ્યું હતું જેથી યુવાને રેતી નાખવાની ના પાડેલ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
હળવદના ભલગામડા ગામે રહેતા રઘુભાઈ બનેસંગભાઈ ભાટીયા (46)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામતભાઈ રામજીભાઈ ઝાપડા રહે. પોલીસ લાઈન પાછળ હળવદ અને જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા તથા હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભલગામડા ગામે આવેલ 220 કેવી સબ સ્ટેશન બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ત્યાં રેતી નાખવા બાબતે માથાકૂટ ચાલતી હતી અને કોન્ટ્રાક્ટર તેના વતનમાં ગયો હતો જેથી તેને ફરિયાદીને ફોન કરીને તેની જાણ કરી હતી જેથી ફરિયાદીએ સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર હાજર ન હોય રેતી ન નાખવા માટે આરોપીઓને કહ્યું હતું જે બાબતે ખાર રાખીને “તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા” તેમ કહીને ઉશ્કેરાઈ ગયેલ ત્રણેય શખ્સો દ્વારા ફરિયાદીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.