મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
હળવદના કવાડિયા નજીક સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ: 2.99 લાખથી વધુનો મુદામાલ કબ્જે
SHARE
હળવદના કવાડિયા નજીક સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ: 2.99 લાખથી વધુનો મુદામાલ કબ્જે
હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી 4 લાખના વાયરની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બે શખ્સની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી 2.99 લાખથી વધુના મુદામાલને કબ્જે કર્યો છે.
મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સુમિતભાઈ રાજેન્દ્રકુમાર પંડ્યા (35)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદના કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ ફીટ કરવામાં આવેલ છે અને ગત તા. 1/11/25 ના 6:30 વાગ્યાથી લઈને તા. 4/11/25 ના સવારના 9:00 વાગ્યા સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપી નાખીને દિવાલ કૂદીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોપરના 1000 મીટર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત 4,00,000 થાય છે. જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુના પોલીસે હાલમાં આરોપી સુલ્તાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકાવાડિયા અને રવિ ઘનશયમભાઈ દેકાવાડિયા રહે. બંને દેવપર સુખપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 460 કિલો અને 770 ગ્રામ કોપર વાયર જેની કિંમત 299455 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.









