મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારને હડફેએ લઈને અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE































મોરબી નજીક કારને હડફેએ લઈને અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં જઇ રહેલા એક જ પરિવારના બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં મહિલાને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીના પ્લોટ નં-70 માં રહેતા ભાવિનભાઈ પ્રવીણભાઈ રાવલ (36)એ ડમ્પર નંબર જીજે 37 ટી 6944 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 2/11 ના રોજ તેઓ પોતાના પત્ની ધારાબેન તથા દીકરા નીલ સાથે વાંકાનેરથી તેઓની કાર નંબર જીજે 36 એસી 9413 લઈને વાંકાનેરથી તેમના ઘરે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ ખાતે માતાજીના પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક સામે ડમ્પરના ચાલકે તેનું વાહન બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીની કારને પાછળના ભાગેથી હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી તથા તેના છ વર્ષના દીકરા નીલને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે કારમાં બેઠેલ ફરિયાદીના પત્ની ધારાબેન (35)ને માથાના ભાગે ગંભીર રીતે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક અકસ્માત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર પોતાનું ડમ્પર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News