મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, આજે તું બચી ગયો છો, બીજી વખત જીવતો નહીં મૂકીએ ઠામ પતાવી દેશું: મહિલા સહિત ચારની ધરપકડ


SHARE



























મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, આજે તું બચી ગયો છો, બીજી વખત જીવતો નહીં મૂકીએ ઠામ પતાવી દેશું: મહિલા સહિત ચારની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનની દીકરી સાથે માથાકૂટ કરનાર અને તેના ઘર પાસે આવીને તોફાન કરનારા બાળકના પરિવારજનોને સમજાવવા ગયેલ યુવાન અને તેના પિતા તથા ભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાનને માથા તથા ડાબી બાજુ પડખાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા. અને આરોપીઓયુવાનને “આજે તું બચી ગયો છો બીજી વખત જીવતો નહીં મૂકીએ ઠામ પતાવી દેશું” તેવી ધમકી આપવામાં આવી છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર -2 માં રહેતા મહમદઅમીનભાઇ ગુલમહમદભાઈ કટિયા (38)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મીરમહમદ ઉર્ફે ડાડો કટિયા, નસીમબેન મીર મીરમહમદ કટિયા, યુનુસ મીરમહમદ કટિયા અને શાહિદ મીરમહમદ કટિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.5 ના રોજ તેણે પોતાની દીકરી તાહીરાબાનુને તેઓના ઘર પાસે આવેલ દુકાને વસ્તુ લેવા માટે તેને મોકલી હતી ત્યાંથી પરત આવીને ફરિયાદીને તેની દીકરીએ કહ્યું હતું કે, મીરમહમદની દીકરી આઈસા તેની સાથે બોલાચાલી કરીને ગાળો બોલે છે જેથી ફરિયાદીએ તેને ઝઘડો નહીં કરવા અને ભણવામાં ધ્યાન દેવા માટે કહ્યું હતું ત્યાર બાદ તેઓ પોતાના ઘરમાં હતા દરમિયાન મીરમહમદનો નાનો દીકરો રેહાને તેઓના ઘર પાસે આવ્યો હતો અને રમતા રમતા તોફાન કરીને જેમ ફાવે તેમ બોલતો હતો જેથી ફરિયાદીએ પોતાના ઘરની બહાર નીકળીને જોયું તો રેહાન ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ ફરિયાદીના પિતા ગુલમહમદભાઈ કટિયા અને નાનો ભાઈ અલ્તાફ બંને મીરમહમદના ઘરે ગયા હતા અને રેહાન તોફાન કરતો હતો તે બાબતે સમજાવતા હતા જો કે, તેઓને પરત આપવામાં વાર લાગી હતી જેથી ફરિયાદી મીરમહમદના ઘરે ગયો હતો ત્યારે ત્યાં તેના પિતા અને નાનો ભાઈ મીરમહમદને સમજાવતા હતા દરમિયાન મીરમહમદ અને તેનો દીકરો યુનુસ જો જોરથી દેકારો કરીને ગાળો બોલવા લાગ્યા હતા જેથી તેને ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદીને મારથી બચાવવા માટે તેને તેના પિતા અને ભાઈ વચ્ચે પડતા મીરમહમદના પત્ની નસીબબેન અને તેના દીકરા શાહીદે ઘરમાંથી આવીને ગાળો બોલી હતી અને યુનુસે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને માથાના ભાગે એક ઘા ઝીકિ દીધો હતો જેથી યુવાન પડી ગયો હતો. 

ત્યારબાદ ફરિયાદીને મારથી બચાવવા માટે તેના પિતા અને નાનો ભાઈ વચ્ચે પડતા મીરમહમદે તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને ડાબી બાજુ પડખાના ભાગે બે થી ત્રણ ઘા ઝીકિ દીધા હતા અને મીરમહમદ, તેના પત્ની તથા બંને દીકરા જેમ ફાવે તેમ બોલતા હતા અને ઢીકાપાટુનો માર મારતા હતા તથા “આજે તો તું બચી ગયો છો બીજી વાર જીવતો નહીં મૂકીએ ઠામ પતાવી દેશું” તેવી ધમકી આપી હતી. તેવામાં આજુબાજુના લોકો ત્યાં આવી જતા ફરિયાદીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News