મોરબી નજીક કારને હડફેએ લઈને અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરના મહીકા ગામ પાસેથી બાઇક-બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: બેને ઇજા
SHARE
વાંકાનેરના મહીકા ગામ પાસેથી બાઇક-બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: બેને ઇજા
વાંકાનેરના મહીકા ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક ચાલકે અચાનક ઇન્ડિકેટર આપ્યા વગર પોતાનું બાઈક રોડની સામેની તરફે લેતા બાઈક બુલેટ સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું અને ઈજા પામેલા બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરમાં આવેલ ગોકુલનગર સોસાયટી દેવ વિહાર બંગલાની સામેના ભાગમાં મહાવીરનગર આગળ શેરી નં-2 માં રહેતા મિહિરભાઈ અશ્વિનકુમાર પોપટ (23)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એએસ 7151 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના મહીકા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી ફરિયાદી તથા કિશનભાઇ અને મનદીપસિંહ બુલેટ નંબર જીજે 36 એક્યુ 5719 માં જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી બુલેટ ચલાવતો હતો અને બાઇક ચાલકે પાછળ જોયા વગર કે ઇન્ડિકેટર આપ્યા વગર અચાનક પોતાનું બાઈક રોડની સામેની તરફે લેતા ફરિયાદીના બુલેટ સાથે આરોપીનું બાઇક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને માથાના ભાગે તથા ડાબી આંખ પાસે અને ડાબા પગમાં ઈજા થઈ હતી જ્યારે સાહેદ કિશનભાઇને માથા, ડાબા હાથ અને શરીરે ઇજાઓ થયેલ છે અને મનદીપસિંહને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









