મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધને વડીલો પાર્જિત જમીન ખાલી કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધને વડીલો પાર્જિત જમીન ખાલી કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં આવેલ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને મોબાઇલમાં ફોન આવ્યો હતો અને હું ભોલું બોલું છું કહીને તેઓની વડીલો પાર્જિત જમીન ખાલી કરવા માટે થઈને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ હળવદના દેવીપુરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં અમૃત એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 501 માં રહેતા ઈશ્વરભાઈ દાદુભાઇ કુંડારીયા (72) નામના વૃદ્ધે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોલુભાઈ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવેલ હતો અને સામેથી બોલતા વ્યક્તિએ તે ભોલું બોલે છે તેવું કહ્યું હતું અને મારે તમારું કામ છે કહ્યું હતું જો કે, ફરિયાદી મારે તમારું કોઈ કામ નથી તમને હું જાણતો નથી તેવું કહ્યું હતું તમારે કામ હોય તો મારા ફલેટ નીચે આવો તેવું કહ્યું હતું જેથી એક વ્યક્તિ ત્યાં આવેલ અને તેણે પોતાનું નામ ભોલું જારીયા કહ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીની દેવીપુર ગામે આવેલ જમીન ખાલી કરી નાખો તે જમીન મે વેંચતી લીધેલ છે તેવું કહ્યું હતું જેથી ફરિયાદી કહ્યું હતું કે, તે જમીના મારી વડીલો પાર્જિત જમીન છે અને મારા નામે છે મે કોઈને વેંચી નથી જેથી જમીન ખાલી કરવા બાબતે ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા વૃદ્ધએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News