મોરબીમાં પતિ પાસે રહેતા દીકરાને રમાડવા ગયેલ પરિણીતાને પતિએ મારમાર્યો, સસરાએ ગાળો દીધી
SHARE
મોરબીમાં પતિ પાસે રહેતા દીકરાને રમાડવા ગયેલ પરિણીતાને પતિએ મારમાર્યો, સસરાએ ગાળો દીધી
મોરબીના પંચાસર રોડ ઉપર પતિના ઘરે રહેતા દીકરાને રમાડવા માટે ગયેલ મહિલા અને તેની માતાને પરિણીતાના સસરાએ ગાળો આપી હતી અને મહિલાના પતિએ તેની સાથે જપજપી કરીને ઝઘડો કર્યો હતો અને નીચે પડી દઈને નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સસરાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મોરબીમાં આવેલ અરુણોદયનગરમાં જૈન દેરાસર પાસે રહેતા અને હાલમાં રાજકોટ ખાતે શ્યામ સ્કાય લાઇફ ખાતે રહેતા નિશાબેન હિરેનભાઈ માકાસણા (30)એ તેના પતિ ધીરેનભાઈ ભુદરભાઈ મકાસણા અને સસરા ભુદરભાઈ મકાસણા રહે. બંને પંચાસર રોડ સનરાઈઝ વિલા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો તેના પતિ સાથે રહે છે જેથી ફરિયાદી તેની માતા સાથે ત્યાં તેના દીકરાને રમાડવા માટે ગયા હતા ત્યારે ફરિયાદી અને તેની માતાને ફરિયાદીના સસરાએ ગાળો આપી હતી અને ફરિયાદી સાથે તેના પતિએ જપજપી કરીને ઝઘડો કર્યો હતો અને મોઢાના ભાગે ધક્કો મારીને નીચે પાડી દઈને ફરિયાદીને નાકના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.