મોરબીમાં પ્રેસ મીડિયા એસો. દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પનો ૭૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
મોરબીના ગુંગણની વીડીમાં વોંકળામાંથી 312 બોટલ દારૂ-120 બીયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના ગુંગણની વીડીમાં વોંકળામાંથી 312 બોટલ દારૂ-120 બીયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ વીડીમાં મેલડી માતાજીનાં મંદિરની પાસેથી દેરાળા જવાના રસ્તે ઉપર બાવળની કાંટમાં આવેલ વોંકળામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 312 બોટલ દારૂ અને 120 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3.49 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે હકીકત મળી હતી કે, ગુંગણ ગામની સીમમાં વીડીમાં આવેલ મેલડી માતાજીનાં મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં વોંકળામાં અરમાનભાઇ ઇકબાલભાઈ જુણેજા નામનો શખ્સ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જેથી કરીને ત્યાં તાલુકા પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 312 બોટલ દારૂ અને 120 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3.49 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ છે. જો કે અરમાનભાઇ ઇકબાલભાઇ જુણેજા રહે. ઉમા ટાઉનશીપની સામે વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબી વાળો ત્યાં હાજર ન હોવાથી તેની સામે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.