મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા


SHARE







વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલની દલીલો અને પુરાવો તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 35 હજારનો હજારનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનેલ સગીરાને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત કુલ 4.35 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીનું દીકરીનું તા 13/2/23 ના રોજ અપહરણ કર્યું હતું જેથી વાંકાનેર તાલુકામાં ફરિયાદ નોંધાયેલ હતી. અને આ સગીરાની સાથે આરોપી મિથુન ઉર્ફે મિતનીયો જામસિંગ ચૌહાણ રહે. એમપી વાળે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ પણ આચર્યું હતું જેથી પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ લઈને આરોપીને ઝડપી લીધો હતો અને તે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ કે.આર. પંડ્યા સાહેબની સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિકરેલ દલીલ તેમજ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી મિથુન ઉર્ફે મીતનીયો જામસિંગ ચૌહાણને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખત કેદની સજા અને 35 હજારનો દંડ કર્યો હતો અને વિકટીમ કંપન્સેશન યોજના હેઠળ ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયા તેમજ આરોપી જો દંડની રકમ ભારે તો તે સહિત કુલ 4.35 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ કર્યો છે.






Latest News