વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે 220 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, 1.60 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ
SHARE
વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે 220 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, 1.60 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ
વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવી રહેલ કારને જોધપર ગામના પાટીયા પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 220 બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ, મોબાઈલ તથા કાર મળીને પોલીસે 1,60,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી બે શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ નેશનલ હાઈવે રોડ ઉપર અલ્ટો ગાડી નંબર જીજે 24 કે 4395 માં દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે જોધપર ગામના પાટીયા પાસે વોચ રાખવામાં આવી હતી અને મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી નીકળી હતી તેને રોકવામાં આવી હતી અને ત્યાર બાદ કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની 220 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 55,000 ની કિંમતનો દારૂ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 1 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1.60 લાખના મુદ્દામાલ સાથે પોલીસે રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (30) રહે. યોગીનગર રબારીવાસ માર્કેટયાર્ડ સામે ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે કાળુભાઈ અબ્રામભાઈ સુમરા રહે. લાખચોકીયા તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવતા બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.