મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો


SHARE





મોરબીના નવલખી રોડે રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ફાટકથી આગળના ભાગમાં રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદે મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા માટેની કામગીરી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબીના નવલખી રોડ ઉપરથી પસાર થતાં રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક લોકો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી પાણીના ખાડામાં પડેલ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ હજુ સુધી થયેલ ન હોય મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભાઈ ચાવડા અને તેની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની લાશ અર્ધ નગ્ન હાલતમાં હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.




Latest News