ટંકારાના મીતાણા પાસે ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં એકનું મોત, એકને ઇજા: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં હવે વળતી ફરિયાદ: 6 મહિલા સહિત 11 સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં હવે વળતી ફરિયાદ: 6 મહિલા સહિત 11 સામે ગુનો નોંધાયો
વાંકાનેરની ભાટિયા સોસાયટી પાસે જલારામ જીનની પાછળના ભાગમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ માથાકૂટ થઈ હતી જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી આ બનાવમાં હાલમાં બીજા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છ મહિલા સહિત કુલ 11 લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ગેલેક્સી પાર્કમાં જલારામ જીનની પાછળના ભાગમાં રહેતા નાઝીમ આબીદભાઇ કલાડીયા (19)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇલિયાસભાઈ અકબરભાઈ પઠાણ, શહેઝાદ ઇલીયાસભાઇ પઠાણ, અજમીનાબેન ઇલિયાસભાઈ પઠાણ, હાલીમાબેન ઇલીયાસભાઇ પઠાણ, અફઝલભાઇ અકબરભાઈ પઠાણ, મુમતાજબેન અફઝલભાઇ પઠાણ, મુસ્કાનબેન અફઝલભાઇ પઠાણ, હીનાબેન અફઝલભાઇ પઠાણ, સાનિયાબેન અફઝલભાઇ પઠાણ, આફતાબભાઈ અફઝલભાઈ પઠાણ અને અશરફભાઈ અફઝલભાઇ પઠાણ રહે. બધા ભાટિયા સોસાયટી જલારામ જીન પાછળ વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદ પોતાની સોસાયટીમાં ફટાકડા ફોડતા હતા ત્યારે ત્યાં આવીને ફટાકડા ફોડવાની ના પાડતા ફરિયાદીએ હવે ફટાકડા નહીં ફોડ્યે તેમ કહેતા આરોપીએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ત્યારે ગાળો આપવાની ના પાડતા જપાજપી કરીને માર મારવા લાગ્યા હતા.
ત્યારબાદ અજમીનાબેન અને હાલીમાબેન ત્યાં આવ્યા હતા અને તેઓએ ગાળો આપીને જપજપી કરી હતી બાદમાં અફઝલભાઈ અને મમતાજબેન પોતાના હાથમાં લાકડાના ધોકા અને પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદને લાકડી અને પાઇપ વડે શરીરને મારમારીને ઇજા કરી હતી તો બાકીના આરોપીઓએ પાછળથી ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઇલીયાસભાઇએ લોખંડના પાઇપથી સાહેદ આર્યનને માર મારતા અને શહેજાદે કુહાડીનો ઊંધો ઘા સાહેદ મુનાફભાઈ ઈકબાલભાઈને મારતા બંનેને ઈજા થઈ હતી અને તે ઉપરાંત ફરિયાદી તથા સાહેદ અકબરભાઈ અને મોબિનને માર મારીને મુંઢ ઇજા કરી હતી અને ફરિયાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.