મોરબીના નવલખી રોડે રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો
મોરબી : માળિયા-જામનગર હાઇવે ઉપર અકસ્માતમાં આધેડનું મોત
SHARE
મોરબી : માળિયા-જામનગર હાઇવે ઉપર અકસ્માતમાં આધેડનું મોત
મોરબીમાં માળિયા-જામનગર હાઇવે ઉપર આવેલા માવના ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત થયેલા શિવલાલભાઈ ગોવિંદભાઈ પોરીયા (૫૫) રહે.ધુળકોટ તા.મોરબી ને ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ખાતે રહેતા મહેન્દ્રભાઈ કાંતિભાઈ પીઠવા નામના ૫૫ વર્ષના આધેડ ચક્કર આવીને પડી ગયા હોય તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેઓને પણ અત્રે મૃત જાહેર કરી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાછળ આવેલ કબીર ટેકરી વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં હુશેન રમજુભાઈ ચાનીયા (૩૧) અને કાજી રમજુભાઈ ચાનીયા (૩૮) ને ઇજાઓ થઈ હોય બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ મોમ્સ હોટલ પાછળના ભાગે આવેલ નીતિન પાર્ક વિસ્તારમાં રહેતા જયાબેન કુંવરજીભાઈ ગોધાણી નામના ૮૦ વર્ષના વૃદ્ધા પોતાના પુત્ર પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ત્યાં આવેલા કૈલાસ એપાર્ટમેન્ટ નજીક બાઇક પાછળથી પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રામચોક પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં નિલેશભાઈ પુષ્કરભાઇ દવે (૫૦) રહે.દરબારગઢ પાસે ને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા નાથાભાઈ મૂળજીભાઈ (૬૫) તથા જીલ અનંતભાઈ (૧૨) નામના બે લોકો બાઈકમાં જતા હતા.તે સમયે રીક્ષા ચાલકે તેઓને હડફેટ લેતા ઇજા પામેલ હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના જ હીરાપર ગામે મંઝિલ ખેલુભાઈ નીનામા નામના છ વર્ષના બાળકને કોઈ જંતુ કરડી ગયેલ હોય તેને અત્રે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ જોડીયા પાસેના બોડકા ગામે સુરેશભાઈ હરૂભાઈ વાસ્કોલિયા નામનો ૨૦ વર્ષનો આદિવાસી યુવાન ધર્મેશ કેશવજીભાઈ પટેલની વાડીએ દવા પી ગયેલ હોય સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટ ખસેડાયો
મોરબી જિલ્લાના નવલખી પાસે આવેલ લવલપુર ગામે વાહન અકસ્માત બનાવમાં ગંભીરપણે ઇજા પામેલ કમલેશભાઈ નસરૂભાઈ અલાવા (૩૧) રહે.ગજાનંદ પાર્ક પીપળી મોરબી-૨ ને ૧૦૮ વડે અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.