વાંકાનેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં હવે વળતી ફરિયાદ: 6 મહિલા સહિત 11 સામે ગુનો નોંધાયો
મોરબીના નવલખી રોડે રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો
SHARE
મોરબીના નવલખી રોડે રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો
મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ફાટકથી આગળના ભાગમાં રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા માટેની કામગીરી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે
મોરબીના નવલખી રોડ ઉપરથી પસાર થતાં રેલવે ટ્રેકની બાજુમાં ભરાયેલ પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક લોકો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી પાણીના ખાડામાં પડેલ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ હજુ સુધી થયેલ ન હોય મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભાઈ ચાવડા અને તેની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની લાશ અર્ધ નગ્ન હાલતમાં હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.