મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ.પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કર્યું, દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો
SHARE
મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ.પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કર્યું, દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો
મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33 નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજાના કારણે લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.
જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા હતા અને ન્યૂરો સર્જન ડૉ.પ્રતિક પટેલ દ્વારા તાત્કાલિક હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ દર્દીની ICU હેઠળ 3 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી ત્યાર બાદ ન્યૂરો સર્જન ડૉ.પ્રતિક પટેલની મેહનતથી દર્દીને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દીને સફળતા પૂર્વક રજા આપવામાં આવી હતી.
આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓમાં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે.મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યરૉસર્જરી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.જે મોરબી માટે આશિર્વાદ સમાન છે.