માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે


SHARE















મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાના ૩ (ત્રણ) વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં જે કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લેવામા આવશે.

હાલમા BLO દ્વારા પ્રથમ મુલાકાતમાં Enumeration Form (ગણતરી ફોર્મ) આપવાનું શરુ કર્યું છે. મતદાર ને Enumeration Form ભરવા સંબંધે કે SIR સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે સવારના ૦૮-૦૦ વાગ્યાથી સાંજના ૦૮-૦૦ વાગ્યા સુધી ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર (DCC) ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંબંધે મતદારોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે તથા માર્ગદર્શન/ માહિતી/ પ્રતિસાદ/ સુચનો મેળવવા માટે https://ecinet.eci.gov.in પ્લેટફોર્મ પર આવેલ "Book a call with BLO" સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસર (BLO) નો સીધો સંપર્ક કરી શકે છે. મોરબી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર-DCC ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ તથા ECINET એપ્લિકેશન પ્લેટફોર્મ પર આવેલ "Book a call with BLO" સુવિધા ઉપયોગ કરી સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.






Latest News