મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે
મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન
સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પનો મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ ૧૦ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ડોલ્સ એન્ડ ડુડેસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, સ્કાયમોલ પાસે, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ડોલ્સ એન્ડ ડુડેસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના ટ્રસ્ટી જયેશભાઈ ગામી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન ૮ ના કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી, મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર દેવાંશ્રીબેન પરમાર તથા યોગ બોર્ડના કોચ, ટ્રેનર અને બોડી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.