મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું
SHARE
મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું
મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર તિરાડ પડેલી ધ્યાને આવતા રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી આ પાટા પર મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.
મોરબીમાં મુખ્ય રેલ્વે સ્ટેશન અને નજરબાગ રેલવે સ્ટેશન એમ બે રેલવે સ્ટેશન આવેલા છે. આ બંને રેલ્વે સ્ટેશન પરથી મુખ્ય મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન સહિત અન્ય ટ્રેન પસાર થાય છે. ગત તા ૯ નવેમ્બરના રોજ ૦૭:૩૦ આસપાસ નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ પાટામાં તિરાડ ધ્યાનમાં આવી હતી. જે બાબતે ડ્યૂટી પરના કીમેન દ્વારા તાત્કાલિક ધોરણે રેલવે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અને રેલવે દ્વારા બીજા જ દિવસે પાટાનું મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.