મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે


SHARE







મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા શહેરમાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી અને કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ૧૫ કરોડના ખર્ચે નાની કેનાલ રોડ (આઇકોનિક રોડ), અંદાજીત ૧.૭૬ કરોડના ખર્ચે કેસર બાગથી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત ૫૮ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલથી એસ.પી.રોડ, અંદાજીત ૧.૨૭ કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ, અંદાજીત ૪૨ લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત ૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ, અંદાજીત ૧૪ લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત ૩૩ લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૨માં રોડ, અંદાજીત ૧.૦૭ કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત ૪.૫૦ કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ અને અંદાજીત ૩૦ લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિર થી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. આ કામોની ગુણવત્તા સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ  સ્થળ તપાસ કરી હતી અને કામોનું નિરીક્ષણ કરી યોગ્ય સૂચનો કર્યા હતા






Latest News