મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે
મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું
SHARE
મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું
મોરબીમાં પતિ સાથે ઝઘડા બાદ મહિલા ઘરેથી નીકળી ગયેલ હતી જેનું કાઉન્સિલિંગ કરીને અભયમની ટીમે તેના પતિ સાથે પણ વાત કરીને તે મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું.
મોરબી અભયમની ટીમને ફોન આવેલ હતો કે, એક મહિલા મળી આવેલ છે જેથી તાત્કાલિક ટિમ ત્યાં દોડી ગયેલ હતી અને 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન, પાયલોટ મહેશભાઈ ત્યાં મહિલા પાસે પહોચ્યા હતા અને એકલા ઉભા ઊભા રડતી મહિલાને સંતવ્ના આપી હતી અને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે તે મહિલા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા માટે આવ્યા છે અને તે મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જેથી મહિલાના પતિનો સંપર્ક કરીને તેઓનું કાઉન્સલિંગ કર્યું હતું અને 181 ની ટીમ દ્વારા પતિ પત્નીને જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આમ મહિલાનું તેના પતિ સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ હતું.