મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું
સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે
SHARE
સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે
કચ્છ મોરબી હાઇવે ઉપરથી દારૂ ભરેલ કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેથી તાલુકા પોલીસની ટીમે બહાદુરગઢ ગામ પાસે વોચ રાખી હતી ત્યારે કાર ચાલકે કારને મારી મૂકી હતી અને ત્યાર બાદ બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારને મૂકીને તેનો ચાલક નાસી ગયેલ હતો જેથી તે કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 360 બોટલ મળી આવી હતી જેથી કરીને 4.68 લાખનો દારૂ અને કાર સહિત કુલ મળીને 9.68 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે જો કે, આરોપી મળી આવેલ નથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના એસપી મુકેશકુમાર અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર નંબર જીજે 7 ડીડી 4555 માં દારૂ ભરીને કચ્છ તરફથી મોરબી આવી રહ્યા છે જેથી હકીકત આધારે વોચ રાખવામા આવી હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે તેની કારને મારી મૂકી હતી અને ત્યાર બાદ બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે કારને છોડીને તેનો ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે ક્રેટા કાર નંબર જીજે 7 ડીડી 4555 ને ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની મોટી 360 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4.68 લાખનો દારૂ અને 5 લાખની કાર મળીને કુલ 9.68 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને હાલમાં ક્રેટા કારના કબજેદાર અને માલિકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અપહરણના ગુનામાં આરોપી પકડાયો
મોરબી જીલ્લા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકામાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલ હતો જેમાં સંડોવાયેલ આરોપી નારાયણભાઈ ઉર્ફે નારસંગ મોતીભાઈ શિહોરા (44) રહે. મૂળ કેદારીયા તાલુકો હળવદ વાળો રવાપર નદી ગામના પાટિયા પાસે હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાંથી પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે આરોપીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવેલ છે.