માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: ચૂલા ઉપર રસોઈ બનાવતા સમય વાઇ આવતા દાઝી ગયેલ યુવાન સારવારમાં


SHARE















મોરબી: ચૂલા ઉપર રસોઈ બનાવતા સમય વાઇ આવતા દાઝી ગયેલ યુવાન સારવારમાં

મોરબી નજીકના સનાડા ગામ પાસે આવેલ ઓઇલ મીલ ખાતે રહેતો અને મજૂરીકામ કરતો યુવાન રસોઈ બનાવતો હતો ત્યારે દાઝી જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે પટેલ સમાજ વાડીની બાજુમાં આવેલ ધવલ ઓઇલ મિલ ખાતે રહેતા પપ્પુરામ માલારામ ભીલ (21) નામનો યુવાન દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પપ્પુરામ ચૂલા ઉપર રસોઈ બનાવતો હતો ત્યારે તેને વાઇ આવતા તે પડી ચૂલા પાસે પડી ગયો હતો જેથી તે દાઝી જતાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા.

વાહન અકસ્માત
મોરબીના જુના બસ સ્ટેશન પાસે બાઈકમાંથી પડી જતા ભાવનાબેન બાબુભાઈ પ્રજાપતિ (૪૮) રહે.મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના શનાળા રોડ સત્યમ પાન વાળી શેરી નજીક બાઇક સ્લીપ થતા પડી જવાથી ચંદ્રિકાબેન ભાણજીભાઈ સચાણીયા (ઉંમર વર્ષ ૭૩) રહે.કાલિકા પ્લોટ રવાપર રોડને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસેના લોરેંસ વિટ્રીફાઈડ નામના કારખાનાના લેબર કોટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરેન્દ્રભાઈ દામોદરભાઈ ગુર્જર નામના ૧૮ વર્ષના મજૂરનો હાથ યુનિટમાં મશીનની અંદર આવી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત થયેલા સુરેન્દ્રભાઇને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આધેડ સારવારમાં
મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમિયાન કન્વર્ટર બેલ્ટમાં હાથ આવી જતા ભરતભાઈ ગોવિંદભાઈ દેત્રોજા (ઉંમર ૫૨) રહે.સરદાર સોસાયટી રવાપર રોડને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન સ્લીપ થવાના બનવામાં કપિલ માલવિયા નામના હાલ મોરબી રહેતા યુવાને માટે ખસાયો હતો.






Latest News