મોરબી: ચૂલા ઉપર રસોઈ બનાવતા સમય વાઇ આવતા દાઝી ગયેલ યુવાન સારવારમાં
મોરબીમાં બે મંત્રીઓની હાજરીમાં આતિશબાજી કરીને બિહાર વિધાનસભાના વિજયને વધાવતો શહેર ભાજપ પરિવાર
SHARE
મોરબીમાં બે મંત્રીઓની હાજરીમાં આતિશબાજી કરીને બિહાર વિધાનસભાના વિજયને વધાવતો શહેર ભાજપ પરિવાર
બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં ઐતિહાસિક બેઠકો એનડીએને મળી છે ત્યારે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવતા હતા તે આક્ષેપોનો જડબાતોડ જવાબ પ્રજાએ આપ્યો છે જેની ઉજવણી આજે મોરબીના નગર દરવાજા ચોકમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કરવામાં આવી હતી ત્યારે આતિશબાજી કરીને એકમેકના મો મીઠા કરાવવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી વર્તમાન સરકાર ઉપર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો હતો તેવા સમયની વચ્ચે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને 243 બેઠક માટે યોજાયેલ ચૂંટણીના મતદાનની શુક્રવારે મત ગણતરી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ્યારે મત ગણતરી શરૂ થઈ ત્યારથી જ એનડીએ ના તમામ ઉમેદવારો આગળ હતા અને હાલમાં મતગણતરી લગભગ પૂર્ણ થયેલ છે ત્યારે 243 પૈકી 203 જેટલી બેઠકો ઉપર એનડીએ ના ઉમેદવારો વિજેતા બન્યા છે જેથી ગુજરાત સહિત દેશની અંદર ઠેરઠેર ભાજપ અને એનડીએ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના નગર દરવાજા ચોકમાં આજે મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા તથા ભાવેશભાઈ કંઝારીયાની આગેવાની હેઠળ અતિશબાજી કરીને એકમેકને મો મીઠા કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા હતા આ ઉપરાંત લાખાભાઇ જારીયા, પ્રદીપભાઇ જારીયા, જયંતિભાઈ પટેલ, હિરેનભાઇ પારેખ, હસુભાઈ પંડ્યા, કેતનભાઈ વિલપરા, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, અનોપસિંહ જાડેજા, આસિફભાઈ ઘાંચી, પરેશભાઈ કચોરીયા, વિક્રમભાઈ વાંક, રૂચિરભાઈ કારીયા, મહિલા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના આગેવાનો હાજર રહયા હતા. અને ભારત માતા કી જય વંદે માતરમની ગુંજ સાથે મોરબીનો નહેરૂ ગેટ ચોક ગુંજી ઉઠ્યો હતો આ તકે મંત્રી સહિતના ભાજપના આગેવાનોએ એકમેકના મો મીઠા કરાવીને બિહારના વિજયને વધાવ્યો હતો.