મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા


SHARE































મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જેમાં મદદનીસ સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા તેમજ 35 હજારનો દંડ કર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ તા. 22/4/23 ના રોજ મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું જે કેસ મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિઆએ કરેલ દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ કે.આર. પંડ્યાએ  આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદ (24) રહે.મૂળ એમપી વાળાને આજીવન સખત કેદની સજા અને તેમજ જુદીજુદી કલમ હેઠળ 35 હજારનો દંડ કર્યો હતો અને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત વિકટીમ કંપન્સેશન યોજન અંતર્ગત ભોગ બનનારને 6 લાખ સહિત 6.35 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ કર્યો છે.












Latest News