મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો
SHARE
મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો
મોરબીના બેલા(રં) ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મંત્રીના હસ્તે કુલ મળીને ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે જેમાં ખોખરાથી બેલા રોડ જે પીપળી જેતપર રોડના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે તે રસ્તાના કામનો પણ સમાવેશ થાય છે જેથી આ રોડને ઝડપી મજૂર કરાવીને તેનું કામ ઝડપથી ચાલુ કરાવવા બદલ રાજય મંત્રી અને સરકારનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાએ સીરામીક ઉદ્યોગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.