મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા
હળવદ: સગીરાના અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી નરાળી ગામેથી પકડાયો
SHARE
હળવદ: સગીરાના અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી નરાળી ગામેથી પકડાયો
હળવદ તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને 15 વર્ષે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે નરાળી ગામેથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને હળવદ પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જીલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ગુમ થયેલ કે પછી અપહરણ થયેલ બાળકોને શોધવા માટે કામ કરી રહી છે તેવામાં હળવદ તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની વર્ષ 2011 માં ફરિયાદ નોંધાયેલ હતી જો કે, આરોપી પકડાયેલ ન હતો અને સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને ભોગ બનનાર સગીરા ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને આરોપી ગીરધર ઉર્ફે ગીધાભાઈ લાભુભાઈ કોળી રહે. નરાળી તાલુકો ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધે હતો અને તેની સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવી હતી જેથી પોલીસે તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરી હતી અને આરોપીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ હવાલે કરેલ છે.