મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું મોત


SHARE







મોરબી: પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 10 માસની દીકરી તેઓના લેબર કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અરુણભાઈ બ્રિજેન્દ્રભાઈ ચૌધરીની 10 માસની દીકરી પ્રિયાંશુકુમારી લેબર ક્વાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકીની માતા તેઓના કવાર્ટરમાંથી નીચે કામ કાજે ગયા હતા ત્યારે ત્રીજા માળ ઉપર બાળકી તેના લેબર કવાર્ટર પાસે હતી ત્યારે ત્યાં પાણીની ડોલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના જામસર ગામે રહેતા મેહુલભાઈ રમેશભાઈ દંતેશરિયા (17) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે શિવપુર ગામ નજીક સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામે રહેતા ભાણજીભાઈ જેઠાભાઈ જેલોજા (60) નામના વૃદ્ધ હાર્ડવેરની દુકાને બાઇક લઈને જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં ગાય ડી આવતા બાઈક તેની સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ડાબા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા (મી)ના ભાવપર ગામે રહેતા ભાવેશભાઈ વીરજીભાઈ ચાવડા (31) નામનો યુવાન ગાળા અને ગૂંગણ ગામ વચ્ચેથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News