મોરબી: અકસ્માત વળતરના કેસમાં 7.20 લાખ રૂપિયા વ્યાજ અને ખર્ચ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ
હળવદના મેરૂપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
હળવદના મેરૂપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
હળવદ તાલુકાના મેરૂપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના મેરૂપર ગામે ઘરની ગનાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ કરસનભાઈ નાયક (24) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મોરબીની સરકારી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના ગ્રીન ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર યાસીનશા આદમશા શાહમદાર (43), નફીસાબેન યાસિનશા શાહમદર (40) અને બિરાજશા શાહમદાર (34) નામના ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધા સારવારમાં
મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ભોલાની વાડીમાં રહેતા દયાબેન નરસીભાઈ ડાભી (65) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાવડી ચોકડી પાસે આવેલ સતનામ ગૌશાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણસર બાઈકમાંથી પડી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બે શખ્સો સામે કાર્યવાહી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પશુ અતિક્રમણના ગુનામાં પોલીસ દ્વારા હાજીભાઈ ઉર્ફે ઇલ્યાસ જીવાભાઇ ખોરાણી (44) રહે. ભગવતીપરા ભગવતી હોલ પાસે અનમોલ પાર્ક રાજકોટ તથા હુસેન હસનભાઈ નોતીયાર (35) રહે. જારાજુમારા ગામ લખપત કચ્છ વાળાની સામે કાર્યવાહી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.