મોરબી ઝૂલતા પુલ કેસ: પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવા જયસુખભાઇ પટેલે કરેલ અરજી રદ્દ
દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત
SHARE
દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત
વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે ઇજાઓ થઈ હતી જોકે, તેમના પત્નીના માથા અને છાતીના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા હતા જેથી તેની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ સારલા (31)એ ટ્રક નંબર જીજે 11 વાય 9466 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી જીનપરા જકાતનાકા પાસે આવેલ હરસિદ્ધિ હોટલ સામેથી તેઓના પિતા બાઈક નંબર જીજે 3 ઇએમ 0668 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર ફરિયાદીના માતા શારદાબેન પ્રવીણભાઈ સારલા (55) પણ તેઓની સાથે બેઠેલા હતા અને ટ્રક ચાલકે ફરિયાદીના પિતાના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને કપાળના ભાગે, જમણી આંખ પાસે, જમણા પડખામાં અને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જોકે, ફરિયાદીની માતા શારદાબેનના માથાના ભાગે તથા શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









