હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે બાઇકમાંથી પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત
SHARE
હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે બાઇકમાંથી પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત
હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધ બાઇક લઈને હળવદ માળિયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા દરમિયાન રણજીતગઢના પાટિયા નજીક બાઇકમાંથી પડી જવાના કારણે તેને શરીરે અને હાથના કાંડાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા નાનજીભાઈ દેવજીભાઈ સોનાગ્રા (58) બાઈક લઈને હળવદ માળિયા હાઇવે રોડ પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ કારણોસર તે બાઈક ઉપર થી પડી જતા તેને શરીરે તથા જમણા હાથના કાંડામાં ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે