મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી બીયરના 12 ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE































મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી બીયરના 12 ટીન સાથે એક શખ્સ પકડાયો

મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના 12 ટીન મળી આવ્યા હતા જેથી 3168 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના 12 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3168 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સબુર જામસિંહ નીનામા (22) રહે. પેટલાદ તાલુકો મેમનગર જિલ્લો જાંબુવા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના પાપડીયારી ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં શૈલેન્દ્ર ગોડની બે વર્ષની દીકરી નિકિતા તેના ઘર પાસે કોઈ કારણોસર ગરમ પાણીમાં દાઝી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી અસર થતાં સારવારમાં

માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા હીનાબેન સચીનભાઈ (20) નામની મહિલાને કોઈ કારણોસર રતાભાઇની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News