મોરબીના રાજપર ગામ પાસે યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો: માથામાં ટોમી ફટકારી
હળવદના ચરાડવા નજીક કારને રોડ ક્રોસ કરવા બાબતે ટ્રેક્ટર ચાલક યુવાનને મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ચરાડવા નજીક કારને રોડ ક્રોસ કરવા બાબતે ટ્રેક્ટર ચાલક યુવાનને મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ નજીક નર્મદાની કેનાલ પાસેથી યુવાન ટ્રેક્ટરમાં કપાસનો જથ્થો ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કારને રોડ ક્રોસ કરવા બાબતે એક શખ્સ યુવાનની સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડતા યુવાનને કાર ચાલકે ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા દશરથભાઈ ઉર્ફે મુન્નાભાઈ અમરાભાઇ ગોલતર (23)એ સદામભાઈ રહે. ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ માર્કેટયાર્ડમાંથી ફરિયાદી તેના ટ્રેક્ટર નંબર જીજે 9 એવી 5397 લઈને મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામથી આગળ નર્મદાની કેનાલ પાસે ઠાકરધણી હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ કાર રોડ ક્રોસ કરવા બાબતે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા કંકુબેન કરણાભાઈ મુંધવા (68) નામના મહિલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ભુરીયા બાપાની વાડી નજીક કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ વિલામાં રહેતા સુભાષભાઈ ચતુરભાઈ (43) નામનો યુવાન પંચાસર રોડ ઉપરથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે