મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી બીયરના 12 ટીન સાથે એક શખ્સ પકડાયો
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ દવાની ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
SHARE
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ દવાની ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ શાકભાજીમાં દવાનો છંટકાવ કરતા સમયે દવાની ઝેરી અસર થવાને કારણે યુવતીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં તાલુકાના જુના ઘાટીલા ગામે હસમુખભાઈ વીડજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની અનુબેન છગનભાઈ પલાસિયા (23) નામની યુવતી ગત તા. 18/11 ના રોજ વાડીએ શાકભાજીમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે તેને ઝેરી દવાની અસર થવાને કારણે તાત્કાલિક તે યુવતીને સારવાર માટે જેતપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના બેલા ગામ પાસે શંભુ હોમડેકોર સામે રસ્તા ઉપર કોઈ અજાણ્યા યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલ સારવારમાં
મોરબીના નવાગામ ખાતે રહેતા મુસ્કાનબેન ઈકબાલભાઈ (22) નામની મહિલાને મોરબીના જેલ રોડ ઉપર આવેલ મસ્જિદ નજીકથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તે મહિલા પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
બાળક સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્કમાં રહેતા એજાજભાઈનો દોઢ વર્ષનો દીકરો મોહમ્મદઅજબાન વાવડી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે બાઈકમાંથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી માટે તે બાળકને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.