મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારીને બે મોબાઈલ ફોન પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE































મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારીને બે મોબાઈલ ફોન પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં બાયપાસ રોડ ઉપર રહેતા યુવાને બાઈક અડાણે મૂકીને 25 હજાર રૂપિયા લીધા હતા જેની સામે 50 હજાર રૂપિયા આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ યુવાનનું તેના ઘર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને યુવાનને માર માર્યો હતો આટલું જ નહીં તેની પાસેથી બે મોબાઈલ ફોન પડાવી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ યુવાને પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સત્કાર રેસીડેન્સી બ્લોક નંબર 204 માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલિયા (20)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શક્તિભાઈ મહેશભાઈ ગજીયા, મહેશભાઈ ઉર્ફે લાલાભાઇ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી અને જગદીશભાઈ સવસેટની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, શક્તિભાઈ ગજીયા પાસેથી તેણે બાઈક અડાણે મૂકીને 25 હજાર રૂપિયા લીધા હતા અને એક મહિના પછી 50 હજાર રૂપિયા તેને આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી યુવાનેને આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનના ઘર પાસેથી તેનું અપહરણ કરીનેલાઈ ગયા હતા અને યુવાનને ભૂમિ ટાવર નજીક પાંચ શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુ તથા લાકડી વડે મારમાર્યો હતો આટલું જ નહીં શક્તિભાઈ ગજીયાએ ફરિયાદી પાસેથી એપલ કંપનીનો 13 પ્રો મોબાઈલ ફોન તથા કાનભા ગઢવીએ રિયલમી કંપનીનો સી 35 મોબાઈલ ફોન બળજબરીપૂર્વક પડાવી લીધો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ તપાસની અધિકારી સી.એમ.કરકર અને રાઇટર દીપકભાઈ બારોટ દ્વારા આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટ (24) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.












Latest News