મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારીને બે મોબાઈલ ફોન પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
અમદાવાદ માળિયા હાઇવે ઉપર રોહીશાળાના પાટીયા પાસે ડમ્પર પાછળ આઇસર ટ્રક અથડાતાં ડ્રાઈવરનું મોત: એક સારવારમાં
SHARE
અમદાવાદ માળિયા હાઇવે ઉપર રોહીશાળાના પાટીયા પાસે ડમ્પર પાછળ આઇસર ટ્રક અથડાતાં ડ્રાઈવરનું મોત: એક સારવારમાં
અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રોહીશાળા ગામના પાટીયા પાસે કારખાનાની સામેથી આઇસર ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેનું વાહન આગળના ભાગમાં જતાં ડમ્પરની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આઇસર ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઈ હતી જ્યારે આઇસર ટ્રકમાં બેઠેલ આઇસર ટ્રકના મલીકને ઇજા થઇ હતી જેથી તે બંનેને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ટ્રકના ડ્રાઈવરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે પોલીસે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સાપેડા ગામે રહેતા જયંતીલાલ બેચરભાઈ વરાયા (42)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર ટ્રકના ચાલક મૃતક વિપુલભાઈ નટુભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓની માલિકીનો આઇસર ટ્રક નંબર જીજે 39 એ 7485 માં અમદાવાદથી માલ ભરીને ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન આઇસર ટ્રક વિપુલભાઈ ચલાવતા હતા અને તેઓની બાજુની સીટ ઉપર ફરિયાદી બેઠેલ હતા ત્યારે અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રોહીશાળા ગામના પાટીયા પાસે ટેક વુડ ઇન્ડિયા એલએલપી નામના કારખાનાની સામેના ભાગમાંથી આઇસર ટ્રક પસાર થયો હતો ત્યારે આગળના ભાગમાં જઈ રહેલ ડમ્પરની ખાલી સાઈડમાં વિપુલભાઈએ ઓવરટેક કરવા જતા સમયે આઇસર ટ્રક અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં આઇસરની કેબિનનો ડ્રાઈવર સાઇડનો ભૂકો બોલી ગયો હતો અને આ બનાવમાં વિપુલભાઈને ગંભીર ઈજા થઈ હતી જ્યારે ફરિયાદીના બંને પગ સીટ પાસે ફસાઈ ગયા હતા જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન વિપુલભાઈનું મોત નીપજયું હતું જ્યારે ફરિયાદીને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટ્રકના ચાલક મૃતક વિપુલભાઈ પરમાર (34) રહે. રુદેલ બોરસદ જીલ્લો આણંદ વાળાની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.