મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો
મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ
SHARE
મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ
ટંકારાના લજાઇ નજીક આવેલ "કલબ- 36" ના સૌજન્યથી તેમના જ "CINE -36" થિયેટરમાં ગુજરાતમાં ધૂમ મચાવનાર ફિલ્મ “લાલો" જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં માનવ મંદિર ખાતે રહેતા વડીલોને લઈ જવામાં આવ્યા હતા અને તેઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી તેમની સાથે માનવ મંદિરના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ દંપતી સાથે ત્યાં આવીને વડીલોને સેવા અને સહયોગ આપવાના ભાવના સાથે તેઓની સાથે ફિલ્મ જોવા માટે જોડાયા. આ ખાસ શો માં ટંકારા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પણ આવી હતી અને ફિલ્મ જોયા પછી વિદ્યાર્થીનીઓએ માનવ મંદિર સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે સંસ્થાની મુલાકાતે આવેલ દીકરીઓ સાથે સંસ્કાર અને શિક્ષણની વાતો કરી હતી. ત્યાર બાદ દીકરીઓ ત્યાં રસ ગરબા રમી હતી.