મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો

26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. જેથી કરીને મોરબીમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. ત્યારે તેના રક્ષણ માટે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ સંવિધાન બચાવો દિવસના ભાગરૂપે મોરબીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા. 26 ના રોજ સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન મોરબી પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરિયા, મહેશભાઈ રાજકોટિયા, રાજેશભાઇ કાવર, રાજેશભાઈ ચૌહાણ, ભાવિકભાઈ મૂછડિયા સહિત શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News