પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે


SHARE















મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
​​

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ જેથી સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ જેમાં પોલીસે અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ આરોપીને પકડી પાડેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસસુત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ હતુ.જેતે સમયે સગીરાના રહેણાંક વિસ્તારમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન થયેલ હતુ.તે સમયે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતો રાજ ઉર્ફે ધુલો સવશીભાઈ કુંવરીયા ત્યાં આવ્યો હતો અને યુવતી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ચીઠ્ઠીમાં પોતાના નંબર લખીને સગીરાને તે ચીઠ્ઠી આપેલ હતી.બાદમાં લગ્નની લાલચ આપીને ગત તા.૧૧-૧૧-૨૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનનાર સગીરાની માતાએ રાજ કુંવરીયાની સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી તપાસ કરીને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમારે અપહરણ, પોકસો સહીતની કલમો હેઠળ રાજ ઉર્ફે તુલો સવશીભાઇ કુંવરીયા કોળી (૨૨) રહે.જુની ઓરિએન્ટલ બેંક પાસેની શેરી ત્રાજપર વિસ્તાર સામેકાંઠે મોરબી-૨ ને પકડી પડ્યો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતુ કે અપરણ કર્યા બાદ તે રાજકોટ, ચોટીલા, કુવાડવા સહિતના વિસ્તારોમાં મંદિર સહિતની જગ્યાઓએ રોકાયા હતા.જોકે પોલીસને બાતમી મળતા તેને શોધીને સગીરાને પરીવારને સોંપીને આરોપી રાજને પકડી પાડવામાં આવ્યો હતો.હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

અકસ્માતમાં કાર્યવાહી

માળિયા (મી) ના દેરાળા ગામે રબારી શેરીમાં રહેતા નિજામખા મહમંદખા ખોરમ (૫૫) એ થોડા સમય પહેલા બાઇક નંબર જીજે ૮ ડીએન ૮૬૫૫ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, તેમનો દીકરો ખોરમ અફઝલખા નિઝામખા (૨૪) મોરબી ખાતે કંપનીમાં રહેતો હતો અને ત્યાં વેલ્ડીંગ કામ કરતો હતો દરમિયાન તે રાત્રિના અરસામાં ચા પીવા માટે થઈને પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇએન ૨૩૯૯ લઈને મોરબીના શોભેશ્વર રોડ નજીક સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ગરીબ નવાજ હોટલ સામે આરોપીએ તેનું બાઈક ફરિયાદીના દીકરાના બાઈક સાથે અથડાવ્યું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર થઈ હોવાના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જે બનાવમાં સામેના બાઈકમાં રહેલ યુવાન પણ અકસ્માતમાં ઈજા પામ્યો હોય અને સારવાર હેઠળ હતો.દરમ્યાનમાં તપાસ અધિકારી એ.એમ.જાપડીયા દ્વારા સામેના વાહનના ચાલક અકસ્માત સર્જનાર કિરણ જેનાજી પરમાર ઠાકોર (૨૫) રહે.ભડકિયાણા લાખવી, વાવ થરાદ બનાસકાંઠાને અકસ્માત બનાવ અંગે નોટીસ આપી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News