મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી
SHARE
મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. ના સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રોફેસરની અચાનક તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને બીપી લો થઈ જવાના કારણે તેઓને તબિયત બગડી હોવાનું અન્ય અધિકારી અને કર્મચારી પાસેથી જાણવા મળેલ છે.
સરકારી શાળા અને કોલેજના શિક્ષકો અને પ્રોફેસરો પાસેથી બી.એલ.ઓ. તથા બી.એલ.ઓ. સુપરવાઇઝર સહિતની શિક્ષણ સિવાયની જુદી જુદી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા હોય છે દરમિયાન ગુજરાતમાં શિક્ષકે કામગીરીના કારણે આપઘાત કર્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે તેવામાં જો મોરબીની વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે કામ કરતા મોરબી એલ.ઇ. કોલેજના પ્રોફેસર મનીષભાઈ જેઠવાની અચાનક તબિયત બગડી હતી જેથી તેઓને 108 મારફતે અન્ય અધિકારી અને કર્મચારીએ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી અને તેઓની સાથે રહેલા અધિકારી અને કર્મચારી પાસેથી મળેલ વિગત પ્રમાણે મનીષભાઈ જેઠવાને બીપી લો થઈ જવાના કારણે તેઓની તબિયત બગડી હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.









