અનોખું પિતૃ તર્પણ : મોરબીના વાંકાનેરમાં સદગત પિતાના મોક્ષાર્થે પુત્ર-પુત્રવધુએ શરૂ કરાવ્યુ ડાયાલીસીસ સેન્ટર
SHARE
અનોખું પિતૃ તર્પણ : મોરબીના વાંકાનેરમાં સદગત પિતાના મોક્ષાર્થે પુત્ર-પુત્રવધુએ શરૂ કરાવ્યુ ડાયાલીસીસ સેન્ટર
મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા સ્વ.પ્રધ્યુમનસિંહ વિક્રમસિંહ ઝાલા નામના ગરાસિયા આધેડને કિડનીની બીમારી હોય તેમને ડાયાલિસીસ માટે હેરાનગતિ ભોગવવી પડતી હતી અને તેમના પરિવારજનોએ પણ અગવડતા મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી તે વાતને ધ્યાને લઇને સ્વ.પ્રધ્યુમનસિંહના મૃત્યુ બાદ તેમના પુત્ર ૠષિરાજસિંહ ઝાલા અને સદગતના પુત્રવધુ ડો.ડિમ્પલબા ઝાલાએ ભારે જહેમત ઉઠાવીને અન્ય કોઈ ડાયાલીસિસથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારજનોએ યાતના ન ભોગવવી પડે તેવા ઉમદા હેતુથી સરકારી વિભાગોમાં અવાર-નવાર પત્ર વ્યવહાર કરીને તેમજ જુદી-જુદી જગ્યાઓએ અધીકારીઓને રૂબરૂ મળીને વાંકાનેરની સિવિલ હોસ્પીટલ ખાતે ડાયાલિસીસ કેન્દ્ર શરૂ થાય તે માટે ઝાલા દંપતિએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંત તેમની જબેમત ફળી હતી અને વાંરાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરૂ થયું હતું. આમ પોતાના સદગત પિતાને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના પુત્ર અને પુત્રવધુએ અન્ય લોકોને પીડા ભોગવવી ન પડે તે માટે વાંકાનેર સિવિલ ખાતે ડાયલીસિસ કેન્દ્ર શરૂ કરાવીને પોતાના સ્વર્ગસ્થ પિતાને સાચી શ્રધ્ધાંજલી પાઠવી હતી.
સામાન્ય રીતે લોકો પોતાના સ્વજનોની યાદમાં તેમની પુણ્યતિથિ નિમિત્તે પોતાની લાગણી સભર ભાવનાઓ સાથે આગવી રીતે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ સાથે પિતૃતર્પણ કરતા હોય છે.ત્યારે કિડનીનાં દર્દી એવા પિતાની ઈચ્છા અને સંકલ્પને પૂર્ણ કરતા વાંકાનેરનાં સેવાભાવી દંપતીએ તેમના સ્વર્ગીય પિતાની પરગજુ ભાવના (પોતે હાડમારી પરેશાની અનુભવેલ તેવી અન્ય નાના માણસને હાડમારી, પરેશાની ન ભોગવવી પડે તેવી ભાવના) ને મૂર્તિમંત કરીને ઈચ્છાશકિત અને શુભ સંકલ્પ સાકાર બનાવેલ છે વાંકાનેરમાં આજે કિડનીના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનીને વાંકાનેર સરકારી હોસ્પિટલ સ્થિત કિડની ડાયાલિસિસ સેન્ટર અનેક દર્દીઓ માટે આજે આશીર્વાદરૂપ બની રહ્યું છે.એટલું જ નહિ પ્રધામમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ અને માઁ અમૃતમ યોજના અંતર્ગત લાભાર્થી તમામ દર્દીઓ માટે સરકારની આ કલ્યાણકારી યોજના સંજીવની રૂપ બની રહી છે. બીજી તરફ વાંકાનેરથી રાજકોટ, મોરબી સહિત અન્ય જગ્યાઓએ ડાયાલિસિસ માટે જવુ પડતુ તેને બદલે ઘર આંગણે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જ લોકભોગ્ય આશીર્વાદરૂપ ડાયાલિસિસ સેવા ઘર આંગણે મળી રહેતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે હાલ આ સેવા આશીર્વાદરૂપ બની રહી છે.ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલા શરૂ થયેલ કિડની ડાયાલિસિસ સેન્ટર ખાતે જરૂરતમંદ લાભાન્વિત દર્દીઓ અને તેમના પરિવારજનો સરકાર, આઇ.કે.આર.ડી.સી, કિડની ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ, સેવાભાવી સજજનો, દાતાઓ અને તબીબી ગણ અને સેવાભાવી કર્મચારીગણની સેવા યજ્ઞ સાચા અર્થમાં કિડનીનાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.આ પ્રેરક અભિગમ અન્ય લોકો માટે પણ પ્રેરણા રૂપ છે.આ સેવા સુચારૂરૂપે ચાલે તે માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.હરપાળસિંહ પરમાર, પ્રાંત અધિકારી એ.એચ શિરેસિયા, વાંકાનેરનાં સેવાભાવી દંપતી ૠષિરાજસિંહ ઝાલા અને તેમના ધર્મપત્ની ડો.ડિમ્પલબા ઝાલા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.પોતાનાં પિતાને કિડનીનાં દર્દથી ડાયાલિસિસ દરમ્યાન પડેલ હાલાકી અને હેરાનગતિ અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોએ સહન ન કરવી પડે અને પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા કરેલ સંકલ્પને સિદ્ધ કરીને આગવી રીતે પોતાના પિતા પાછળ અનોખું પિતૃતર્પણ કરતા વાંકાનેરનાં દંપતીનો સંકલ્પ અન્ય માટે પણ પ્રેરણા સ્વરૂપ બની રહેશે.