મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામના સ્મશાનમાં કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞ યોજાયો


SHARE









ટંકારાના હડમતિયા ગામના સ્મશાનમાં કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞ યોજાયો

મોરબી જીલ્લામા કોરોનામાં ઘણા લોકોએ તેના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જીલ્લામાં ટંકારાના હડમતિયા ગામના સ્મશાનથી આ યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે અને હડમતિયા ગામના મુક્તિધામમાં આજે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા પંચકુડી મહાયજ્ઞ રાખવામા આવ્યો હતો જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં કોરોનાના કપરાં કાળમાં અનેક પરિવારે પોતાના વ્હાલા સ્વજનો ગુમાવ્યા છે. આવા અનેક ગામમાં કાળમુખા કોરોનાના કપરા કાળમાં હ્રદય હચમચાવી જાય તેવા કરુણાંતિકા દ્રશ્યો મરદ મુછાળાની પણ આંખો ભીંજવી જાય તેવા તાદાત્મ્ય બન્યા હતા ઘણા બધા પરિવારમા પુત્ર પોતાના પિતાને કાંધ નથી આપી શક્યા, તો ઘણીબધી માતાઓએ પોતાના વ્હાલસોયા પુત્રને છાતી સરસો નથી ચાંપી શકી, અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાના સેંથાનુ સિંદુર ગુમાવ્યું છે, તો અનેક પુત્રએ માતાનો ખોળો ગુમાવ્યો છે, ઘણીબધી બહેનોએ કાંડે રાખડી બાંધનાર માડી જાયો ભાઈ ગુમાવ્યાનો અફસોસ ભારોભાર છે ત્યારે આવા દિવંગત આત્માઓના મોક્ષાર્થે હડમતીયાના મુક્તિધામનાં પટરાગણમાં આજે સવારે ૯ થી ૧૦.૩૦ સુધી વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવંગતોના પરિવારજનોએ ૐ ના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી હતી અને પોતાના વ્હાલસોયા સ્વજનોને ફરી એક્વાર યાદ કરી આંખોની પાંપણ ભીંજવીને યાદ કર્યા હતા આ પંચકુડી યજ્ઞ પ્રસંગે હડમતિયા મુક્તિધામ સમિતિના સેવાભાવિ સદસ્યો, વૈદિક પ્રચાર સમિતિના આર.જી. બાવરવા તેમજ તેમની ટીમ, ગામના વડીલ આગેવાનો અને ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા




Latest News