મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે બેભાન અવસ્થામાં આધેડ મહિલાનું મોત


SHARE







મોરબીમાં ઘરે બેભાન અવસ્થામાં આધેડ મહિલાનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડ મહિલા ઘરે બેભાન થઈ ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક વિસ્તારમાં રહેતા સગુણાબેન કરસનભાઈ ફુલતરીયા (52) નામના આધેડ મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં કોઈ કારણો હતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતો અક્રમ ઈરફાનભાઇ સુમરા (29) નામનો યુવાન મોરબીમાં અયોધ્યાપુરી મેન રોડ પાસે આવેલ આયુષ હોસ્પિટલ નજીક હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ સ્કુલ સામેના ભાગમાં રહેતા સોનલબેન મહેશભાઈ ધામેચા નામના મહિલા તેના દીકરાના બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News