મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE





મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા સુરજભાઈ રાજુભાઈ મેસરીયા (25) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ.એન. ઝાપડિયા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીના માણેકવાડા ગામે રહેતા મુકેશભાઈ રતનસિંહ મેડા (22) નામના યુવાનને મોટીવાવડી પાસે ટ્રક પલટી મારી જવાને કારણે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ વીએસવી ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે રહેતા આકાશ દિનેશચંદ્ર મિસ્ત્રી (21) નામના યુવાને મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક સામે કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News