ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન
SHARE
મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન
મોરબીના બેલા ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન મંદિરે મહાયજ્ઞ, સંતવાણી અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે અને જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.
મોરબીના બેલા ગામ પાસે સદગુરુ પરમાત્મા કેશવાનંદ બાપુના પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રીવિભૂષિત માતાજી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમને શુક્રવારે તા 28/11 થી તા 2/12 સુધી સાધુ સંતો તથા વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં પાંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તા. 28 થી 2 સુધી ડીસેમ્બર સુધી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ, તા. 29 ના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કર્યું છે અને તા. 30 ના રોજ ધર્મસભા, શ્રીનવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધૂણી સ્થાપના અને તા 2 ડિસેમ્બરે શ્રી વિષ્ણુ મહાયજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.